પોરબંદરના પ્રાચીન જગન્નાથ મંદિરે અષાઢી બીજે ભક્તોનું ઘોડાપૂર, પૌરાણિક રથમાં દિવ્ય દર્શન
પોરબંદરના પ્રાચીન જગન્નાથ મંદિરે અષાઢી બીજે ભક્તોનું ઘોડાપૂર, પૌરાણિક રથમાં દિવ્ય દર્શન
Published on: 17th July, 2026

અષાઢી બીજના પાવન અવસરે પોરબંદરના 500 વર્ષથી પ્રાચીન જગન્નાથજી મંદિરે ભક્તિનો અનોખો માહોલ સર્જાયો હતો. મોટી સંખ્યામાં ભાવિકો ભગવાન જગન્નાથજી, બલભદ્રજી અને સુભદ્રાજીના પૌરાણિક રથમાં મનમોહક શૃંગાર સાથેના વિશેષ દર્શન માટે ઉમટી પડ્યા હતા. મંદિર પરિસરમાં સવારે 7 થી રાત્રે 8:30 સુધી દર્શન ખુલ્લા રાખવામાં આવ્યા હતા, જ્યાં ભક્તોએ "જય જગન્નાથ"ના ગગનભેદી નારા સાથે મહાઆરતીમાં ભાગ લીધો હતો. ફણગાવેલા મગ, ચણા અને ચોખાની લાડુડીનો પ્રસાદ હજારો ભાવિકોને વહેંચવામાં આવ્યો હતો, જ્યાં 10 હજારથી વધુ ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો.