છોટાઉદેપુર: નસવાડીમાં પ્રથમવાર ભવ્ય શ્રી જગન્નાથજીની રથયાત્રા સફળતાપૂર્વક સંપન્ન
છોટાઉદેપુર: નસવાડીમાં પ્રથમવાર ભવ્ય શ્રી જગન્નાથજીની રથયાત્રા સફળતાપૂર્વક સંપન્ન
Published on: 17th July, 2026

નસવાડી નગરમાં નવનંદ ગ્રામ કૃષિ સમુદાય અને ધર્મપ્રેમી જનતાના સહયોગથી ભગવાન શ્રી જગન્નાથજીની ભવ્ય રથયાત્રાનું પ્રથમવાર આયોજન થયું, જેના કારણે નગરમાં ઉત્સવનું વાતાવરણ છવાયું. બપોરે મહાઆરતી બાદ પહિંદવિધિ પૂર્ણ કરી, સુશોભિત રથમાં ભગવાન બિરાજમાન થઈ રથયાત્રા પ્રસ્થાન કરી, જે સમગ્ર માર્ગ પર જયઘોષ અને ભજન-કીર્તન સાથે આગળ વધી. ધારાસભ્ય અભેસિંહ તડવી, પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવા સહિત અનેક આગેવાનો અને હજારો ભક્તોએ રથ ખેંચી ધન્યતા અનુભવી. સ્થળે સ્થળે સ્વાગત, પાણી, શરબત અને મહાપ્રસાદની વ્યવસ્થા કરાઈ હતી. નસવાડી પોલીસે શાંતિપૂર્ણ સંપન્નતા માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો.