અંકલેશ્વર પાલિકા પર હિન્દુ પ્રતીકોના અપમાનનો ગંભીર આરોપ, સ્થાનિકોમાં રોષ
અંકલેશ્વર પાલિકા પર હિન્દુ પ્રતીકોના અપમાનનો ગંભીર આરોપ, સ્થાનિકોમાં રોષ
Published on: 17th July, 2026

અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શહેરના સૌંદર્યીકરણ માટે લગાવવામાં આવેલા લાઈટ પોલ પર હિન્દુ ધર્મના પવિત્ર પ્રતીકો 'ઓમ' અને 'ત્રિશુલ' ની પ્રતિમાઓ મૂકવામાં આવી છે. જોકે, આ ધાર્મિક પ્રતીકોની ગરિમા જાળવવામાં નગરપાલિકા નિષ્ફળ રહી હોવાના આક્ષેપો ઉઠ્યા છે. ખાસ કરીને, ત્રણ રસ્તા વિસ્તારમાં એક આમલેટની લારીની બાજુમાં વીજ પોલ લગાવવાથી સ્થાનિકોની ધાર્મિક લાગણી દુભાઈ રહી છે. આ પ્રતીકોની પવિત્રતા જળવાય તે માટે પોલ ખસેડવાની અથવા લારી દૂર કરવાની માંગણી થઈ રહી છે.