છોટાઉદેપુર: ધનીવાડાના યુવાનોએ જાતે જ માઝી બની રસ્તો સુધાર્યો
છોટાઉદેપુર: ધનીવાડાના યુવાનોએ જાતે જ માઝી બની રસ્તો સુધાર્યો
Published on: 17th July, 2026

વિકાસના મોટા દાવા વચ્ચે કવાંટ તાલુકાના ધનીવાડા ગામે પ્રેરણાદાયી કથા રચી છે. જ્યાં તંત્રની નિષ્ક્રિયતા સામે ગામની જાગૃત યુવાની વિજયી બની છે. છેલ્લા 4 વર્ષથી મુખ્ય માર્ગમાં પડેલા મોટા પોલાણને કારણે ગામજનો, વિદ્યાર્થીઓ અને ખેડૂતોને મુશ્કેલી પડી રહી હતી. અનેક રજૂઆતો છતાં તંત્ર તરફથી કોઈ કાર્યવાહી ન થતાં, ગામના યુવાનોએ પોતાના રોજગાર અને અંગત કામો છોડી, શ્રામયજ્ઞ શરૂ કર્યો. સામૂહિક પ્રયાસોથી, તેમણે પોતાના ખર્ચે રસ્તાનું સમારકામ કરીને તેને સલામત બનાવ્યો.