ખેડા સમાચાર: નડિયાદ નગરપાલિકા દ્વારા આશરે 29 કિ.મીના રસ્તાના ખાડાઓનું પુરાણ કરવામાં આવ્યું.
ખેડા સમાચાર: નડિયાદ નગરપાલિકા દ્વારા આશરે 29 કિ.મીના રસ્તાના ખાડાઓનું પુરાણ કરવામાં આવ્યું.
Published on: 11th July, 2025

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા માર્ગોની સમીક્ષા બાદ નડિયાદ પાલિકાએ શહેરમાં રસ્તાના સમારકામની કામગીરી હાથ ધરી છે. તા. 5 થી 10 જુલાઈ સુધીમાં અંદાજિત 31 કિ.મીના રસ્તાઓમાં 670 મેટ્રિક ટન વેટ મિક્સથી ખાડાઓનું પુરાણ કરાયું છે. શહેરના વિવિધ વિસ્તારો જેવા કે D MART પાસે, કેનાલ રોડ, મરીડા વિસ્તાર, ભોજા તળાવ પાસે તેમજ અન્ય ઘણા વિસ્તારોમાં પેચ વર્ક કરવામાં આવ્યું છે અને શહેરીજનોને ખાડાને લઈ તકલીફ ન પડે તે માટે પાલિકા સતત કાર્યરત છે.