રાજકોટ-ગોંડલ રોડ પર 20 ફૂટના ગાબડાંથી હાલાકી, 'AAP' નેતાનો ભાજપ પર આક્ષેપ.
રાજકોટ-ગોંડલ રોડ પર 20 ફૂટના ગાબડાંથી હાલાકી, 'AAP' નેતાનો ભાજપ પર આક્ષેપ.
Published on: 11th September, 2025

રાજકોટ-ગોંડલ રોડ પર પરસાણા ચોક પાસે 20 ફૂટથી મોટા ગાબડાંથી હજારો વાહનચાલકોને હાલાકી થઈ રહી છે. 'AAP' નેતા દિનેશ જોષીએ ભાજપ પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો અને કહ્યું કે આગામી મનપાની ચૂંટણીમાં પ્રજા ભાજપને ખાડામાં નાખી દેશે. આ રસ્તો સૌરાષ્ટ્રના સૌથી વ્યસ્ત માર્ગો પૈકીનો એક છે. તેમણે મનપા પર કટકી કરવાનો પણ આરોપ લગાવ્યો અને તાત્કાલિક ધોરણે ખાડાઓ બુરવાની માંગ કરી છે.