બનાસકાંઠામાં 'હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા' અભિયાન: કાર્યક્રમો અને પાલનપુરથી તિરંગા યાત્રાનું આયોજન.
બનાસકાંઠામાં 'હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા' અભિયાન: કાર્યક્રમો અને પાલનપુરથી તિરંગા યાત્રાનું આયોજન.
Published on: 05th August, 2025

બનાસકાંઠામાં 'હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા' અભિયાન અંતર્ગત કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ. આ વર્ષે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી "હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા" થીમ પર થશે. જિલ્લામાં ત્રણ તબક્કામાં કાર્યક્રમો થશે, જેમાં શાળાઓમાં સ્પર્ધાઓ, My Gov દ્વારા ક્વિઝ, તિરંગા યાત્રા અને સફાઈ ઝુંબેશ જેવી પ્રવૃત્તિઓનું આયોજન કરાશે. 12 ઓગસ્ટે પાલનપુરથી જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા નીકળશે.