કેશોદ એરપોર્ટના રનવેને 2500 મીટર સુધી લંબાવવાનું કાર્ય પુરજોશમાં, 6500 સ્કવેર મીટરનું નવું ટર્મિનલ બનશે.
કેશોદ એરપોર્ટના રનવેને 2500 મીટર સુધી લંબાવવાનું કાર્ય પુરજોશમાં, 6500 સ્કવેર મીટરનું નવું ટર્મિનલ બનશે.
Published on: 05th August, 2025

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) દ્વારા મોટા AB-320 વિમાનોના સંચાલન માટે કેશોદ એરપોર્ટના રનવેને 2500 મીટર સુધી લંબાવવાનું કામ શરૂ કરાયું છે. લગભગ રૂ. 364 કરોડના ખર્ચે AAI કેશોદ એરપોર્ટનો વિકાસ કરશે. રનવેના વિસ્તરણનો ખર્ચ આશરે રૂ.190.56 કરોડ છે અને તે જાન્યુઆરી 2027 સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે. 6,500 સ્કવેર મીટરનું નવું ટર્મિનલ પણ બનશે.