રાજપીપળામાં 90 કોન્ટ્રાક્ટ જગ્યાઓ માટે 2500 શિક્ષિતો ઉમટ્યા, interview ટાઈમ ખૂટ્યો: ગુજરાતમાં બેરોજગારીની સ્થિતિ.
રાજપીપળામાં 90 કોન્ટ્રાક્ટ જગ્યાઓ માટે 2500 શિક્ષિતો ઉમટ્યા, interview ટાઈમ ખૂટ્યો: ગુજરાતમાં બેરોજગારીની સ્થિતિ.
Published on: 05th August, 2025

નર્મદા DRDA દ્વારા આઉટસોર્સિંગથી 90 જગ્યાઓ માટે walk-in-interviewનું આયોજન કરાયું જેમાં 2500થી વધુ શિક્ષિત બેરોજગારો ઉમટી પડ્યા. Interview માટે સમય ખૂટી પડ્યો. આ જગ્યાઓ 11 મહિનાના કરાર આધારિત ભરવાની હતી. મોટી સંખ્યામાં ઉમેદવારો આવતા પંચાયત ભવન ખીચોખીચ ભરાઈ ગયું હતું. ઉમેદવારોએ વ્યવસ્થા અને સુવિધાઓના અભાવ અંગે ફરિયાદ કરી હતી.