બગોદરા હાઈવે: બંધ ટ્રક પાછળ ટ્રક ઘૂસી જતાં ચાલકનું મોત, ક્લિનરને ઈજા.
બગોદરા હાઈવે: બંધ ટ્રક પાછળ ટ્રક ઘૂસી જતાં ચાલકનું મોત, ક્લિનરને ઈજા.
Published on: 13th August, 2025

બગોદરા હાઈવે પર રોહિકા ગામ નજીક બેદરકારીથી પાર્ક કરેલી ટ્રક પાછળ બીજી ટ્રક અથડાતા અકસ્માત થયો. ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું અને ક્લિનરને ગંભીર ઈજા થઈ. ક્લિનર કેબિનમાં દબાઈ ગયો જેને ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યો, પોલીસે ટ્રાફિકજામ પૂર્વવત કરાવ્યો. ટાયર પંચર થતાં ટ્રક ડિવાઈડર પાસે ઉભી હતી.