ટ્રમ્પને સલાહ: ટેરિફ સાથે ભારતીયોને અપાતા H1B વિઝા પણ બંધ કરો.
ટ્રમ્પને સલાહ: ટેરિફ સાથે ભારતીયોને અપાતા H1B વિઝા પણ બંધ કરો.
Published on: 05th August, 2025

રિપબ્લિકન નેતા માર્જોરી ટેલર ગ્રીને ટ્રમ્પને રશિયા પાસેથી ક્રૂડ ખરીદવા બદલ ભારતના ગુડ્ઝ એન્ડ સર્વિસિઝ પર ટેરિફ વધારવાની સલાહ આપી છે. સાથે જ, ભારતીયોને અપાતા H1B વર્ક વિઝા પણ બંધ કરવા જણાવ્યું છે, કારણ કે તેમના મતે તેઓ અમેરિકનોની નોકરીઓ ખાઈ રહ્યા છે. H1B વિઝા અમેરિકન કંપનીઓને વિદેશી કામદારોની ભરતી કરવાની મંજૂરી આપે છે, અને 72% વિઝા ભારતીયો પાસે છે.