દિવાળી-છઠ્ઠ પર્વ: ભીડને પહોંચી વળવા ક્લોન ટ્રેનો અને જનરલ કોચની માગ
દિવાળી-છઠ્ઠ પર્વ: ભીડને પહોંચી વળવા ક્લોન ટ્રેનો અને જનરલ કોચની માગ
Published on: 09th October, 2026

દિવાળી અને છઠ્ઠ પૂજાના તહેવારો દરમિયાન મુસાફરોની ભારે ભીડને પહોંચી વળવા માટે વડોદરા રેલવે પેસેન્જર્સ એસોસિએશન દ્વારા વડાપ્રધાનને ક્લોન ટ્રેનો દોડાવવાની માગ કરવામાં આવી છે. આ એસોસિએશને અમદાવાદ-દરભંગા સાબરમતી એક્સપ્રેસ, બાંદ્રા-બરૌની અવધ એક્સપ્રેસ જેવી ટ્રેનોની આસપાસ વધારાની ટ્રેનો શરૂ કરવા અને નિયમિત ટ્રેનોમાં કન્ફર્મ ટિકિટ ન મળે તેવા મુસાફરોને ક્લોન ટ્રેનમાં આરક્ષણ આપવાની વ્યવસ્થા કરવા જણાવ્યું છે. વેસ્ટર્ન રેલવે પેસેન્જર એન્ડ પાસ હોલ્ડર વેલફેર એસોસિએશને પણ જનરલ મેનેજરને નિયમિત ટ્રેનોમાં ૨-૩ વધારાના જનરલ કોચ જોડવાની રજૂઆત કરી છે.