તહેવારોમાં મુસાફરોની ભીડને પગલે પશ્ચિમ રેલવેની ટ્રેનોમાં જનરલ કોચ વધારવા માંગ
તહેવારોમાં મુસાફરોની ભીડને પગલે પશ્ચિમ રેલવેની ટ્રેનોમાં જનરલ કોચ વધારવા માંગ
Published on: 09th October, 2026

દિવાળી અને છઠ પૂજા જેવા આગામી તહેવારો દરમિયાન મુસાફરોની વધતી ભીડને પહોંચી વળવા, વડોદરા સ્થિત વેસ્ટર્ન રેલવે પેસેન્જર એન્ડ પાસ હોલ્ડર વેલફેર એસોસિએશને પશ્ચિમ રેલવેના જનરલ મેનેજરને પત્ર લખીને નિયમિત ટ્રેનોમાં 2 થી 3 વધારાના જનરલ કોચ જોડવાની માંગ કરી છે. એસોસિએશનના પ્રમુખ મોહમ્મદ હબીબ લોખંડવાલાએ જણાવ્યું કે તહેવારોમાં નિયમિત ટ્રેનોમાં બેઠકો ભરાઈ જાય છે, જેના કારણે સામાન્ય અને મધ્યમ વર્ગના લોકોને કન્ફર્મ ટિકિટ મળતી નથી. આ પગલાંથી અનેક લોકોને તેમના વતન પહોંચવામાં મદદ મળશે.