વડોદરાની કો-ઓપરેટીવ બેંકમાં ₹2.78 લાખ જમા કરાવતા 500ની 13 ડુપ્લીકેટ નોટો મળી આવતા DCBમાં ફરિયાદ નોંધાઇ.
વડોદરાની કો-ઓપરેટીવ બેંકમાં ₹2.78 લાખ જમા કરાવતા 500ની 13 ડુપ્લીકેટ નોટો મળી આવતા DCBમાં ફરિયાદ નોંધાઇ.
Published on: 06th August, 2025

વડોદરામાં કો-ઓપરેટીવ બેંકમાં એક કંપનીના કર્મચારીઓ ₹2.78 લાખ જમા કરાવવા ગયા, ત્યારે 500 દરની 13 નોટો ડુપ્લીકેટ નીકળી. બેંક હેડ દ્વારા DCB પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી. તપાસમાં જાણવા મળ્યું કે આ 13 ડુપ્લીકેટ નોટોના સીરીયલ કોડ પણ એક સરખા હતા. પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી.