દુરબીનથી સફળ ઓપરેશન: 85 વર્ષીય વૃદ્ધાને SMIMER હોસ્પિટલમાં નવી જિંદગી મળી, ગર્ભાશય અને મળમાર્ગ બહાર હતા.
દુરબીનથી સફળ ઓપરેશન: 85 વર્ષીય વૃદ્ધાને SMIMER હોસ્પિટલમાં નવી જિંદગી મળી, ગર્ભાશય અને મળમાર્ગ બહાર હતા.
Published on: 06th August, 2025

સુરતની SMIMER હોસ્પિટલમાં 85 વર્ષીય વૃદ્ધાનું દુરબીનથી સફળ ઓપરેશન કરાયું. 10 વર્ષથી ગર્ભાશય અને મળમાર્ગ બહાર હોવાની પીડાથી તેમને મુક્તિ મળી. ગજરાબેનને 9 ડિલિવરીના કારણે પેલ્વિક માશપેશીઓ નબળી પડી ગઈ હતી. આર્થિક સ્થિતિ નબળી હોવાથી ખાનગી હોસ્પિટલમાં ઓપરેશન શક્ય ન હતું. SMIMER ના ડોક્ટરોએ સંયુક્ત ટીમ વર્કથી આ જટિલ ઓપરેશન સફળ બનાવ્યું, જે સરકારી હોસ્પિટલની ઉત્તમ સારવારનું ઉદાહરણ છે.