ભરૂચ: ભૃગુઋષિ બ્રિજ નીચે સગીરને માર મારવાના કેસમાં ત્રણ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો.
ભરૂચ: ભૃગુઋષિ બ્રિજ નીચે સગીરને માર મારવાના કેસમાં ત્રણ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો.
Published on: 06th August, 2025

Bharuch Crime: ભરૂચના ભૃગુઋષિ બ્રિજ નીચે સગીરને માર મારવાના કેસમાં સિટી એ ડિવિઝન પોલીસે ત્રણ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધી. બે દિવસ પહેલાં આ ઘટનાનો વિડિયો વાયરલ થયો હતો. તપાસમાં નંદેલાવ ગામના ગણેશભાઈ વસાવાના 15 વર્ષીય પુત્રને વિષ્ણુ ગોધા, મયુર સદાશિવ અને વિષ્ણુના મિત્રએ માર માર્યો હતો. વિદ્યાર્થીના જણાવ્યા અનુસાર વિષ્ણુની બહેન સાથે અભ્યાસ બાબતે વાતચીત થતી હતી.