પાટણનાં પ્રથમ મહિલા ચીફ ઓફિસરની સ્વચ્છતા અને દબાણ મુક્તિ માટે કડક કાર્યવાહી, ગુજરાતમાં પ્રથમ ક્રમે લાવવાનું TARGET.
પાટણનાં પ્રથમ મહિલા ચીફ ઓફિસરની સ્વચ્છતા અને દબાણ મુક્તિ માટે કડક કાર્યવાહી, ગુજરાતમાં પ્રથમ ક્રમે લાવવાનું TARGET.
Published on: 29th July, 2025

પાટણ નગરપાલિકાનાં પ્રથમ મહિલા Chief Officer હિરલબેન ઠાકરે સ્વચ્છતા અને દબાણો દૂર કરવા માટે કમર કસી છે. સ્વચ્છતા સર્વેક્ષણમાં પાટણને નેશનલ લેવલે 93 અને રાજ્ય લેવલે 32 ક્રમેથી પ્રથમ ક્રમે લાવવાનું TARGET છે. જાહેરમાં કચરો ફેંકનાર સામે દંડ થશે. ગેરકાયદેસર દબાણો દૂર કરવા અને સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુકવા પણ સૂચના અપાઈ.