વસુદૈવ કુટુંબકમ થીમ પર મનોદિવ્યાંગ બાળકોએ પ્રેમ અને એકતાનો સંદેશ આપી વાર્ષિક ઉત્સવ ઊજવ્યો.
વસુદૈવ કુટુંબકમ થીમ પર મનોદિવ્યાંગ બાળકોએ પ્રેમ અને એકતાનો સંદેશ આપી વાર્ષિક ઉત્સવ ઊજવ્યો.
Published on: 03rd March, 2026

વડોદરાના અર્પણ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત વાર્ષિકોત્સવ તરંગ 26-વસુધૈવ કુટુંબકમમાં મનોદિવ્યાંગ બાળકોએ પ્રેમ, એકતા, અને શાંતિનો સંદેશ આપ્યો. બાળકોએ વિશ્વના નૃત્યો દ્વારા દેશ અને સંસ્કૃતિ ભલે અલગ હોય, પણ પ્રેમ અને એકતાથી વિશ્વમાં શાંતિ જાળવવાનો સંદેશ આપ્યો. પ્રિતિ પટેલ અને અમિત ગોરાડિયા મુખ્ય અતિથિ હતા, અને વિદ્યાર્થીઓએ શાનદાર પર્ફોમન્સ આપ્યું.