નવનિર્મિત કચોલિયા-કછિયા મહાદેવ રોડનું લોકાર્પણ:દસાડાના ધારાસભ્ય પી. કે. પરમારના હસ્તે કરાયું; સંતો, મહંતો ઉપસ્થિત રહ્યા
નવનિર્મિત કચોલિયા-કછિયા મહાદેવ રોડનું લોકાર્પણ:દસાડાના ધારાસભ્ય પી. કે. પરમારના હસ્તે કરાયું; સંતો, મહંતો ઉપસ્થિત રહ્યા
Published on: 03rd March, 2026

પાટડી તાલુકાના કચોલિયા સ્ટેટ હાઈવેથી કછિયા મહાદેવ સુધીના નવનિર્મિત રોડનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું. દસાડા-લખતરના ધારાસભ્ય પી. કે. પરમારના હસ્તે આ રોડ ખુલ્લો મુકાયો હતો. આ પ્રસંગે પીપળીધામ રામદેવપીર મહારાજની જગ્યાના મહંત મુખીમહારાજ, ગેડીયા કાળીયા ઠાકરની જગ્યાના મહંત લાલદાસ બાપુ અને કામલપુર જગ્યાના મહંત વાલદાસ બાપુ ઉપસ્થિત રહ્યા હતા.