સોશિયલ મીડિયા કંપનીઓએ બાળકોના માનસિક સ્વાસ્થ્યને નુકસાન બદલ ₹256 કરોડ ચૂકવી કેસ પતાવ્યો
સોશિયલ મીડિયા કંપનીઓએ બાળકોના માનસિક સ્વાસ્થ્યને નુકસાન બદલ ₹256 કરોડ ચૂકવી કેસ પતાવ્યો
Published on: 02nd June, 2026

ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટ, ટિકટોક અને યુટ્યુબ જેવી સોશિયલ મીડિયા કંપનીઓએ અમેરિકાના એક સ્કૂલ ડિસ્ટ્રિક્ટને 2.7 કરોડ ડોલર (આશરે 256 કરોડ રૂપિયા) ચૂકવીને એક મહત્વપૂર્ણ કેસ સેટલ કર્યો છે. આ કંપનીઓ પર આરોપ હતો કે તેમના પ્લેટફોર્મ બાળકો અને કિશોરોના માનસિક સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી રહ્યા છે. આરોપો મુજબ, આ પ્લેટફોર્મ્સ વિદ્યાર્થીઓમાં તણાવ, ઊંઘની અછત અને ભાવનાત્મક પરેશાનીઓ જેવી સમસ્યાઓ વધારી રહ્યા હતા.