મોડાસાના ખંભીસર ગામમાં હડકાયેલી બિલાડીનો આતંક
મોડાસાના ખંભીસર ગામમાં હડકાયેલી બિલાડીનો આતંક
Published on: 03rd June, 2026

મોડાસા તાલુકાના ખંભીસર ગામમાં હડકાયેલી બિલાડીએ ત્રણ ગ્રામજનો પર જીવલેણ હુમલો કર્યો, જેના કારણે સમગ્ર પંથકમાં ભયનો માહોલ સર્જાયો છે. એક રખડતી બિલાડીએ અચાનક હિંસક બનીને ત્રણ વ્યક્તિઓને પોતાના તીક્ષ્ણ દાંત અને નખ વડે બચકાં ભર્યા હતા. ગ્રામજનોએ ભારે જહેમત બાદ બિલાડીને ભગાડી મૂકી હતી. ત્રણેય ઇજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની સરકારી હોસ્પિટલમાં દાખલ કરી એન્ટી-રેબીઝ વેક્સિન સહિતની સારવાર શરૂ કરાઈ છે.