વ્યારા જનરલમાં ઇબોલાના શંકાસ્પદ કેસ માટે ખાસ ICU વોર્ડ તૈયાર કરાયો
વ્યારા જનરલમાં ઇબોલાના શંકાસ્પદ કેસ માટે ખાસ ICU વોર્ડ તૈયાર કરાયો
Published on: 02nd June, 2026

વડોદરામાં ઇબોલા વાયરસની શંકાસ્પદ ઘટનાના પગલે સમગ્ર રાજ્યમાં આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે. તાપી જિલ્લામાં હાલ એકપણ ઇબોલાનો કેસ નોંધાયો નથી, તેમ છતાં સાવચેતીના ભાગરૂપે વ્યારા જનરલ હોસ્પિટલમાં તમામ સુવિધાઓથી સજ્જ આઇસોલેશન અને ICU વોર્ડ તૈયાર કરાયો છે. આ ખાસ વોર્ડમાં 3 બેડ, 2 વેન્ટિલેટરની વ્યવસ્થા છે. દર્દીઓની સારવાર માટે ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ સહિત 10 સભ્યોની વિશેષ ટીમ તૈનાત કરાઈ છે. આરોગ્ય કર્મચારીઓ માટે PPE કિટ, માસ્ક, ગ્લોવ્ઝ, સેનેટાઇઝર સહિત સુરક્ષા સાધનોનો પૂરતો જથ્થો ઉપલબ્ધ રાખવામાં આવ્યો છે.