બારડોલી કોલેજમાં સિકલસેલ એનીમિયા રોગ અંગે યોજાયો મહાજાગૃતિ અભિયાન
બારડોલી કોલેજમાં સિકલસેલ એનીમિયા રોગ અંગે યોજાયો મહાજાગૃતિ અભિયાન
Published on: 09th September, 2026

ગુજરાત ટ્રાયબલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ સોસાયટી અને બી.આર.બી. કોલેજ બારડોલી દ્વારા સંયુક્ત રીતે સિકલ સેલ એનિમિયા વિષય પર એક દિવસીય મહાજાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે સિકલ સેલ સ્પેશિયાલિસ્ટ ડો. જ્યોતિષ પટેલે વિદ્યાર્થીઓ અને અધ્યાપકોને રોગના લક્ષણો, નિદાન, સારવાર અને નિવારણો અંગે વૈજ્ઞાનિક માર્ગદર્શન આપ્યું. સામાજિક જાગૃતિ અને યુવાનોની ભાગીદારી દ્વારા સિકલ સેલ એનિમિયા સામે લડવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો. સરકાર અને સંસ્થાઓ દ્વારા આદિવાસી વિસ્તારોમાં સિકલ સેલ નિયંત્રણ માટેના પ્રયાસોની વિસ્તૃત માહિતી પણ આપવામાં આવી.