વાપી જનસેવા હોસ્પિટલ નજીકના મેડિકલ સ્ટોર્સની આસપાસ ગંદકીનું સામ્રાજ્ય
વાપી જનસેવા હોસ્પિટલ નજીકના મેડિકલ સ્ટોર્સની આસપાસ ગંદકીનું સામ્રાજ્ય
Published on: 09th September, 2026

વાપી જનસેવા હોસ્પિટલની અંદર સ્વચ્છતા જળવાતી હોવા છતાં, તેની નજીકના મેડિકલ સ્ટોર્સની આસપાસ ગંદકીનો પ્રશ્ન વકર્યો છે. દર્દીઓ અને તેમના સગા-સંબંધીઓ દવા ખરીદવા આવતા સમયે આસપાસ ફેલાયેલા કચરા અને ગંદકીના ઢગલામાંથી પસાર થવા મજબૂર છે. સ્થાનિકોનો આરોપ છે કે મેડિકલ સ્ટોર સંચાલકો ફક્ત પૈસા કમાવવામાં જ ધ્યાન આપે છે, અને દુકાનની બહારની ગંદકી પ્રત્યે બેદરકાર છે. આ ગંદકી, દુર્ગંધ અને મચ્છરોનો ઉપદ્રવ દર્દીઓને વધુ બીમાર કરી શકે તેવી ભયાવહ સ્થિતિ સર્જાઈ છે.