વિજાપુરમાં HIT and RUN માં યુવકનું મોત: કારચાલકે ઉડાવ્યો, પરિવાર શોકમગ્ન.
વિજાપુરમાં HIT and RUN માં યુવકનું મોત: કારચાલકે ઉડાવ્યો, પરિવાર શોકમગ્ન.
Published on: 03rd August, 2025

વિજાપુરમાં રાત્રે જમીને પરવારી રોડ પર ચાલવા નીકળેલા યુવકને બેફામ કારચાલકે ટક્કર મારી. યુવકને હોસ્પિટલમાં મૃત જાહેર કરાયો. 35 વર્ષીય દિપક ગઈકાલે રાત્રે જમ્યા બાદ ગોવિદ પુરા ચોકડીથી આનંદ પુરા ચોકડી પર ચાલવા નીકળ્યો હતો. પાછળથી આવેલ અજાણી કારના ચાલકે ટક્કર મારી. કારચાલક અકસ્માત સર્જી ફરાર થઈ ગયો. યુવકને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. ઘરમાં કમાનાર એક જ હતો. હાલમાં પરિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.