લુણાવાડા:PN પંડ્યા કોલેજમાં વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસની ઉજવણી,350 વિદ્યાર્થીઓએ નાટક દ્વારા નિવારણ સંદેશ આપ્યો, પ્રતિજ્ઞા લીધી.
લુણાવાડા:PN પંડ્યા કોલેજમાં વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસની ઉજવણી,350 વિદ્યાર્થીઓએ નાટક દ્વારા નિવારણ સંદેશ આપ્યો, પ્રતિજ્ઞા લીધી.
Published on: 11th September, 2025

લુણાવાડાની શ્રી PN પંડ્યા આર્ટસ,MP પંડ્યા સાયન્સ અને શ્રીમતી DP પંડ્યા કોમર્સ કોલેજમાં વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ ઉજવાયો. મનોવિજ્ઞાન વિભાગ દ્વારા આયોજિત કાર્યક્રમમાં 350 વિદ્યાર્થીઓ, અધ્યાપકો જોડાયા. પ્રો. જે.પી.ચૌધરીએ આત્મહત્યા નિવારણ અંગે માર્ગદર્શન આપ્યું. વિદ્યાર્થીઓએ નાટક દ્વારા જાગૃતિ ફેલાવી, મંતવ્યો રજૂ કર્યા અને સમસ્યાનો સામનો કરવાની પ્રતિજ્ઞા લીધી. પ્રિન્સિપાલ શ્રી અલ્પેશ પંડ્યાએ અભિનંદન પાઠવ્યા અને ડૉ. એ.એ. સમાએ આભારવિધિ કરી.