ભાવનગરમાં કાલથી પાણી કાપ: કાળીયાબીડ, હીલડ્રાઈવ, સિંધુનગર અને ISKCONમાં પાણી પુરવઠો બંધ રહેશે.
Published on: 28th July, 2025

ભાવનગરના કાળીયાબીડ, હીલ ડ્રાઈવ, સિંધુનગર, ISKCON મેગાસિટીમાં 29 જુલાઈએ પાણી પુરવઠો બંધ રહેશે. કાળીયાબીડ ટાંકી પાસે નવી ટાંકીની લાઈનોના જોડાણને કારણે આ નિર્ણય લેવાયો છે. પાણી કાપને કારણે આ વિસ્તારના લોકોને પાણીની સમસ્યાનો સામનો કરવો પડશે. અપૂરતા પ્રેશરની ફરિયાદો પણ ઉઠી છે.