સુરતમાં કારચાલકે બાઈક સવાર દંપતીને કચડ્યા, પત્નીનું મોત, પતિ ગંભીર; CCTV ફૂટેજ થયા વાયરલ.
સુરતમાં કારચાલકે બાઈક સવાર દંપતીને કચડ્યા, પત્નીનું મોત, પતિ ગંભીર; CCTV ફૂટેજ થયા વાયરલ.
Published on: 05th August, 2025

સુરતના અમરોલીમાં હિટ એન્ડ રનની ઘટનામાં દંપતીને ટક્કર મારતા પત્નીનું ઘટનાસ્થળે જ કરુણ મોત થયું. પતિ ગંભીર રીતે ઘાયલ. આ ઘટનાના CCTV ફૂટેજ વાયરલ થયા છે. દંપતી શાકભાજી લેવા જતું હતું ત્યારે હેવન હાઈટ્સ બિલ્ડિંગ પાસે અકસ્માત થયો. પોલીસે કમલેશ નળીયાપરા નામના કારચાલક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી. ઘટનાના CCTV ફૂટેજ સોશિયલ મીડિયા પર વાઈરલ થતા લોકોમાં રોષ ફેલાયો. બે સંતાનોએ માતા ગુમાવી.