કચ્છમાં લમ્પી રોગનું પુનરાગમન: અત્યાર સુધીમાં 78 કેસ નોંધાયા, પશુપાલન તંત્ર સતર્ક.
કચ્છમાં લમ્પી રોગનું પુનરાગમન: અત્યાર સુધીમાં 78 કેસ નોંધાયા, પશુપાલન તંત્ર સતર્ક.
Published on: 05th August, 2025

બે વર્ષ પછી કચ્છમાં લમ્પી રોગના કેસ ફરી દેખા દેતાં પશુપાલન તંત્ર સતર્ક થયું છે. તાત્કાલિક સર્વે અને રસીકરણની કામગીરી શરૂ, અત્યાર સુધીમાં 78 કેસ નોંધાયા છે, જેમાંથી 47 ગાયો સાજી થઈ છે. ભચાઉ અને રાપર તાલુકામાં છૂટાછવાયા કેસ નોંધાયા છે, જ્યારે અન્ય તાલુકાઓમાં પરિસ્થિતિ નિયંત્રણમાં છે. વિભાગ દ્વારા રસીકરણ ઝુંબેશ યુદ્ધના ધોરણે ચલાવવામાં આવી રહી છે.