સુરતમાં બ્રિજ નીચે ટેબલ ટેનિસ, પુલ, પીકલ બોલ જેવી રમતો રમી શકાશે, સ્પેસ મેનેજમેન્ટનું ઉત્તમ ઉદાહરણ.
સુરતમાં બ્રિજ નીચે ટેબલ ટેનિસ, પુલ, પીકલ બોલ જેવી રમતો રમી શકાશે, સ્પેસ મેનેજમેન્ટનું ઉત્તમ ઉદાહરણ.
Published on: 28th July, 2025

સુરતમાં પાર્લેપોઇન્ટ બ્રિજ નીચે સ્પોર્ટ્સ ફેસિલિટી સેન્ટર બનાવાયું છે, જેમાં યુવાનો માટે ટેબલ ટેનિસ, પુલ, પીકલ બોલ અને બોક્સ ક્રિકેટ જેવી ઇન્ડોર ગેમ્સની સુવિધા ઉપલબ્ધ થશે. 3.48 કરોડના ખર્ચે બનેલ આ સેન્ટરમાં રીડિંગ રૂમ અને કાફેટેરિયા પણ છે, જેનો લાભ આસપાસના વિસ્તારોના રહીશોને થશે અને વરાછા-ઉત્રાણમાં પણ આ સુવિધા ઉપલબ્ધ થશે.