રાજકોટ રેન્જનો હવાલો નિર્લિપ્ત રાયને સોંપશે?
રાજકોટ રેન્જનો હવાલો નિર્લિપ્ત રાયને સોંપશે?
Published on: 11th October, 2025

રાજકોટ જિલ્લામાં તાજેતરમાં ગોંડલની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિનો પ્રશ્ન ઉજાગર થયા બાદ રાજ્ય સરકારે તાત્કાલિક અસરથી રૂરલના SP તરીકે વિજયસિંહ ગુર્જર નામના કડક અમલદારની નિમણૂક કરી છે. હવે રાજકોટ રેન્જનો હવાલો હિંમતવાન પોલીસ અધિકારી નિર્લિપ્ત રાયને સોપવા અંગે વિચારણા ચાલી રહ્યાનું જાણવા મળે છે અને કદાચ અમરેલી બાદ સૌરાષ્ટ્રમાં બીજીવાર રાય પોસ્ટિંગ મેળવશે એવું લાગી રહ્યું છે. રાજકોટ જિલ્લામાં ગોંડલનું નામ પહેલેથી કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ બાબતે કુખ્યાત છે. ત્યાં તાજેતરમાં એક પછી એક બની રહેલી ઘટનાએ સમગ્ર રાજ્યમાં ઘેરા પડઘા પાડ્યા છે ત્યારે રાજ્ય સરકારે અસામાજિક પ્રવૃત્તિને નિયંત્રણમાં લેવા માટે એક પછી એક પગલાં લેવાનું શરૂ કર્યું છે.