કેન્દ્રમાં મોદી સરકારના પૂર્વ કેન્દ્રીય મંત્રી આર.કે.સિંહે બિહારમાં થયેલા કૌભાંડોનો પર્દાફાશ કર્યો
કેન્દ્રમાં મોદી સરકારના પૂર્વ કેન્દ્રીય મંત્રી આર.કે.સિંહે બિહારમાં થયેલા કૌભાંડોનો પર્દાફાશ કર્યો
Published on: 06th November, 2025

ભાજપના નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય વીજળી અને નવીનીકરણીય ઊર્જા મંત્રી આર.કે સિંહે બિહાર રાજ્યમાં વીજળી કૌભાંડ અંગે ચોંકાવનારા ખુલાસા કર્યા છે. ભૂતપૂર્વ મંત્રીએ આરોપ લગાવ્યો છે કે, રાજ્યમાં વીજળી વિભાગમાં 62,000 કરોડ રૂપિયાનું કૌભાંડ થયું છે. આર.કે.સિંહ ભૂતપૂર્વ IAS અધિકારી રહી ચૂક્યા છે. વર્ષ 1990માં L.K.અડવાણીની ધરપકડનો આદેશ એમણે આપ્યો હતો. આર.કે. સિંહના કેન્દ્રીય ગૃહ સચિવ તરીકેના કાર્યકાળ દરમિયાન 26/11ના મુંબઈ હુમલાના આતંકવાદી અજમલ કસાબ અને સંસદ હુમલાના દોષિત અફઝલ ગુરુને ફાંસી આપવામાં આવી હતી.