આતંકવાદ અને ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ સામે સરકારનું નિયંત્રણ વિધેયક: જેલ અને મિલકત જપ્તીની જોગવાઈ કડક.
આતંકવાદ અને ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ સામે સરકારનું નિયંત્રણ વિધેયક: જેલ અને મિલકત જપ્તીની જોગવાઈ કડક.
Published on: 14th February, 2026

રાજ્ય સરકાર આતંકવાદ અને ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ સામે કડક સુધારા લાવશે. ‘આતંકવાદ-સંગઠિત ગુના નિયંત્રણ (સુધારા) વિધેયક’ વિધાનસભામાં રજૂ થશે. ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ સિન્ડિકેટને કાબૂમાં લેવા જેલવાસ અને મિલકત જપ્તીની કલમો કડક થશે. ગુનાખોરીના નેટવર્કને તોડવા માટે આ વિધેયક લાવવામાં આવી રહ્યું છે, જેમાં સાયબર ક્રાઈમ અને ગેંગ આધારિત પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી થશે. ગેરકાયદે જમીન વ્યવહાર સામે પણ કડક પગલાં લેવાશે.