મહીસાગર: લુણાવાડામાં ચાલુ કારમાં આગ, રામપુર પાડેડી ગામે કાર બળીને ખાક, ચાલકનો આબાદ બચાવ.
મહીસાગર: લુણાવાડામાં ચાલુ કારમાં આગ, રામપુર પાડેડી ગામે કાર બળીને ખાક, ચાલકનો આબાદ બચાવ.
Published on: 03rd August, 2025

મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના રામપુર પાડેડી ગામે GJ 35 H 5550 નંબરની Maruti Suzuki કારમાં અગમ્ય કારણોસર આગ લાગી. ચાલક સમયસર બહાર નીકળતા બચી ગયો. ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો, પરંતુ કાર સંપૂર્ણપણે બળી ગઈ. આ પહેલાં પણ લુણાવાડા-દીવડા હાઇવે પર આવી ઘટના બની હતી જેમાં ચાલકનું મૃત્યુ થયું હતું. મહિસાગરમાં આ મહિનામાં આ બીજી ઘટના છે.