સાયલાની કોમલનો કમાલ: રાષ્ટ્રીય કુસ્તીમાં ગોલ્ડ મેડલ, હવે થાઈલેન્ડમાં ઈન્ટરનેશનલ સ્પર્ધામાં ભાગ લેશે.
સાયલાની કોમલનો કમાલ: રાષ્ટ્રીય કુસ્તીમાં ગોલ્ડ મેડલ, હવે થાઈલેન્ડમાં ઈન્ટરનેશનલ સ્પર્ધામાં ભાગ લેશે.
Published on: 03rd August, 2025

સુરેન્દ્રનગરના શીરવાણીયાની કોમલે રાષ્ટ્રીય સ્તરની કુસ્તી સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતી ગુજરાતનું નામ રોશન કર્યું છે. હવે થાઈલેન્ડમાં આયોજિત ઈન્ટરનેશનલ સ્પર્ધામાં ભાગ લેશે. છત્તીસગઢના બિલાસપુરમાં જુનિયર કક્ષાની સ્પર્ધામાં કોમલે અંડર-15 કેટેગરીમાં 44થી 48 કિલોગ્રામની ગ્રેપલિંગ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો. અગિયારમા ધોરણમાં અભ્યાસ કરતી કોમલે રમતગમત મંત્રાલયે કરેલી પસંદગીને સાર્થક કરી છે. કોચ વિરાજભાઈ ગાગીયાના માર્ગદર્શન હેઠળ કોમલે આ સિદ્ધિ મેળવી છે.