મોરબીમાં રાજવી પરિવારના ન્યૂ પેલેસમાં ભીષણ આગ.
મોરબીમાં રાજવી પરિવારના ન્યૂ પેલેસમાં ભીષણ આગ.
Published on: 05th April, 2026

મોરબીમાં આવેલા રાજવી પરિવારના ન્યૂ પેલેસમાં આજે(5 એપ્રિલ) અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના બનાવને પગલે તાત્કાલિક ફાયર બ્રિગેડની 3 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. જેમાં ફાયરની ટીમ દ્વારા સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવી લીધો હતો. રાજવી પરિવારના પેલેસના ત્રીજા માળે આગની ઘટના બની હતી. આગના બનાવ સમયે એક મહિલા પેલેસમાં ફસાઈ હતી. જો કે, ફાયરની ટીમ દ્વારા મહિલાનું સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.