ડીસામાં પાકિસ્તાની ગેંગનો સાગરીત ઝડપાયો.
ડીસામાં પાકિસ્તાની ગેંગનો સાગરીત ઝડપાયો.
Published on: 05th April, 2026

ગુજરાત ATS અને બનાસકાંઠા SOG એ સંયુક્ત ઓપરેશન હાથ ધરીને પાકિસ્તાની ગેંગસ્ટર સહેજાદ ભટ્ટ ગેંગ સાથે સંકળાયેલા ખતરનાક આતંકી બિક્રમજીતસિંઘ ઉર્ફે વિક્કીને ડીસાના એક હાઈવે પરથી ઝડપી પાડ્યો છે. પંજાબમાં ગ્રેનેડ સ્મગલિંગ અને હુમલાના કાવતરામાં વોન્ટેડ આ આરોપી પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI સાથે સીધું કનેક્શન ધરાવતો હોવાનું બહાર આવ્યું છે. આ ધરપકડથી સરહદી વિસ્તારમાં કાર્યરત આંતરરાષ્ટ્રીય સ્મગલિંગ નેટવર્કને મોટો ફટકો પડ્યો છે.