અમદાવાદ એરપોર્ટ પર ગાંજો ઝડપાયો.
અમદાવાદ એરપોર્ટ પર ગાંજો ઝડપાયો.
Published on: 05th April, 2026

અમદાવાદ એરપોર્ટ પર બેંગકોકથી આવેલા ભારતીય મુસાફર પાસેથી 1.107 કિલો હાઈડ્રોપોનિક ગાંજો જપ્ત કરાયો. કસ્ટમ્સ વિભાગે VZ-750 ફ્લાઇટના મુસાફરની હેન્ડ બેગમાંથી આ જથ્થો શોધી કાઢ્યો, જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત એક કરોડથી વધુ છે. NDPS એક્ટ હેઠળ ધરપકડ કરાઈ, પૂછપરછ ચાલુ છે. બે દિવસ પહેલાં પણ બે મુસાફરો ગાંજા સાથે ઝડપાયા હતા. હાઈડ્રોપોનિક ગાંજાની દાણચોરી વધી રહી છે.