રવેચી માતાજીના મેળામાં ભક્તોની ભીડ: કચ્છ-સૌરાષ્ટ્ર અને અન્ય રાજ્યોમાંથી શ્રદ્ધાળુઓ, સંતવાણી અને Entertainment કાર્યક્રમો યોજાયા.
રવેચી માતાજીના મેળામાં ભક્તોની ભીડ: કચ્છ-સૌરાષ્ટ્ર અને અન્ય રાજ્યોમાંથી શ્રદ્ધાળુઓ, સંતવાણી અને Entertainment કાર્યક્રમો યોજાયા.
Published on: 31st August, 2025

વાગડના રવ ગામે રવેચી માતાજીનો મેળો ભાદરવા સુદ આઠમે યોજાયો. કચ્છ, સૌરાષ્ટ્ર, ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાનથી લોકો ઉમટ્યા. સૌ કોઈએ રવેચી માંના દર્શન કરી ધન્યતા અનુભવી. મેળામાં ચકડોળ અને ખાણીપીણીના સ્ટોલ્સ આકર્ષણ હતા. કલાકારોએ સંતવાણી રજૂ કરી, જેનો ફાળો ગાયો માટે વપરાશે. રબારી, પાટીદાર સહિતના લોકો પરંપરાગત પહેરવેશમાં જોવા મળ્યા. સમગ્ર વ્યવસ્થા રવેચી મિત્ર મંડળ દ્વારા સંભાળવામાં આવી.