સ્વામિનારાયણ યુનિવર્સિટીમાં સાઇબર સુરક્ષા અને નાણાકીય જાગૃતિ પર પૃથ્વીશ દવેનું માર્ગદર્શન.
સ્વામિનારાયણ યુનિવર્સિટીમાં સાઇબર સુરક્ષા અને નાણાકીય જાગૃતિ પર પૃથ્વીશ દવેનું માર્ગદર્શન.
Published on: 03rd September, 2025

ફેકલ્ટી ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ, સ્વામિનારાયણ યુનિવર્સિટીમાં નાણાકીય સાક્ષરતા અને સાઇબર સુરક્ષા પર વિશેષ વ્યાખ્યાન યોજાયું, જેમાં પૃથ્વીશ દવેએ નાણાકીય વ્યવહારોમાં સાવચેતી અને સાઇબર ફ્રોડથી બચવાના ઉપાયો અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું. ડૉ. અશિષ રામી અને ડૉ. યુવરાજસિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ આયોજિત કાર્યક્રમમાં પ્રોફેસર્સ અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો. આ લેક્ચર વિદ્યાર્થીઓ માટે ફાયનાન્સિયલ નોલેજ અને સાયબર સિક્યુરિટી સમજવા માટે મદદરૂપ સાબિત થયું.