વડોદરા: 11 માસમાં બે CFO સસ્પેન્ડ; ખરીદી કૌભાંડમાં ત્રણ અધિકારી સસ્પેન્ડ થતા ખાતાકીય તપાસના આદેશ.
વડોદરા: 11 માસમાં બે CFO સસ્પેન્ડ; ખરીદી કૌભાંડમાં ત્રણ અધિકારી સસ્પેન્ડ થતા ખાતાકીય તપાસના આદેશ.
Published on: 05th August, 2025

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર બ્રિગેડના રૂ. 3.17 કરોડના ખરીદી કૌભાંડમાં H.O.D., ડો. દેવેશ પટેલ, CFO મનોજ પાટીલ અને ડેપ્યુટી ફાયર ઓફિસર નૈતિક ભટ્ટ સસ્પેન્ડ થયા છે, તેઓ સામે તપાસ થશે. મ્યુનિસિપલ કમિશનરે ખાલી જગ્યાઓનો ચાર્જ સોંપ્યો છે. છેલ્લા 11 મહિનામાં બે CFO સસ્પેન્ડ થયા છે. સસ્પેન્ડ ડો. દેવેશ પટેલ પાસે ICDS વિભાગનો ચાર્જ પ્રોગ્રામ ઓફિસર અંબિકા જયસ્વાલને સોંપાયો છે.