વલસાડ મહિલા બેંકમાં 4.80 કરોડની છેતરપિંડી: શરતભંગ બદલ જયેશ ઠાકુરના જામીન રદ.
વલસાડ મહિલા બેંકમાં 4.80 કરોડની છેતરપિંડી: શરતભંગ બદલ જયેશ ઠાકુરના જામીન રદ.
Published on: 05th August, 2025

વલસાડની મહિલા બેંકમાં 4.80 કરોડની છેતરપિંડી કેસમાં હાઇકોર્ટની શરતનો ભંગ થતા કોર્ટે આરોપી જયેશ ઠાકુરના જામીન રદ કર્યા. હાઇકોર્ટે રૂ. 5.50 લાખ જમા કરાવવાની શરતે જામીન આપ્યા હતા, પરંતુ જયેશે રકમ જમા ન કરાવી કોર્ટના આદેશનું ઉલ્લંઘન કર્યું. વલસાડ કોર્ટે પબ્લિક પ્રોસિક્યુટરની દલીલોને ધ્યાનમાં લઇને જામીન રદ કર્યા, કારણ કે જયેશે 4.80 કરોડની લોન લઈને છેતરપિંડી આચરી હતી.