NEET-PG 2026 પરીક્ષામાં વીજળી ગુલ થતાં 5 સપ્ટેમ્બરે ફરી યોજાશે
NEET-PG 2026 પરીક્ષામાં વીજળી ગુલ થતાં 5 સપ્ટેમ્બરે ફરી યોજાશે
Published on: 30th August, 2026

NEET PG 2026 પરીક્ષા 30 ઓગસ્ટે યોજાઈ હતી, પરંતુ રાજસ્થાનના જયપુરના બે સેન્ટરોમાં અચાનક વીજળી ગુલ થતાં પરીક્ષામાં વિલંબ થયો. વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ, દર 10-15 મિનિટે વીજળી જતી રહેતી હતી, જેના કારણે કમ્પ્યુટર સિસ્ટમ પ્રભાવિત થઈ અને ઘણા ઉમેદવારો યોગ્ય રીતે પરીક્ષા આપી શક્યા નહીં. આ કારણે NBEMS (નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન ઇન મેડિકલ સાયન્સ) દ્વારા 5 સપ્ટેમ્બર 2026 ના રોજ બે સેન્ટરોમાં ફરીથી પરીક્ષા લેવાની જાહેરાત કરવામાં આવી છે.