ઉત્તર ભારતમાં નદીઓનું પ્રચંડ પૂર
ઉત્તર ભારતમાં નદીઓનું પ્રચંડ પૂર
Published on: 30th August, 2026

ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં સતત ભારે વરસાદને કારણે નદીઓ ભયાનક રીતે ઉફાન પર છે. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ગંગા અને યમુના નદીઓના જળસ્તરમાં થયેલા ભારે વધારાને કારણે સંગમ ક્ષેત્ર સંપૂર્ણપણે જળમગ્ન થઈ ગયું છે. ચિત્રકૂટમાં મંદાકિની નદીના રૌદ્ર સ્વરૂપને કારણે કાર્વી શહેરને જોડતા પુલનો એપ્રોચ રોડ ધોવાઈ ગયો છે. આ સિવાય મધ્ય પ્રદેશના સતનામાં પૂરની ગંભીર સ્થિતિ પહોંચી વળવા માટે સેનાના હેલિકોપ્ટર અને SDRFની ટીમો તૈનાત કરવામાં આવી છે.