૧૮,૬૦૦ ફૂટ ઊંચે લદાખમાં ભારતીય સેના દ્વારા રેસ્ક્યૂ
૧૮,૬૦૦ ફૂટ ઊંચે લદાખમાં ભારતીય સેના દ્વારા રેસ્ક્યૂ
Published on: 30th August, 2026

ભારતીય સેનાના જાંબાઝ પાયલટોએ લદાખના નન કુન (Nun Kun) પર્વત ક્ષેત્રમાં ૧૮,૬૦૦ ફૂટની ઊંચાઈએ અતિશય ઠંડા પવન અને સીધા ઢોળાવ પર ફસાયેલા દર્દીને બચાવવા માટે શ્વાસ અધ્ધર કરી દે તેવું રેસ્ક્યુ ઓપરેશન પાર પાડ્યું. હવા પાતળી હોવાને કારણે હેલિકોપ્ટરની ક્ષમતા ઘટી જાય છે અને દિવસનો પ્રકાશ પણ ઓછો થઈ રહ્યો હતો. આવા સમયે, ટીમે હેલિકોપ્ટરને હવામાં માત્ર એક સ્કીડ પર ટકાવી, અદમ્ય સાહસ અને તકનીકી દક્ષતાનો પરિચય આપી દર્દીને સુરક્ષિત બહાર કાઢ્યો.