બેલ્જિયમના લિટલ આઇન્સ્ટાઇન લોરેન્ટ સિમોન્સ 15 વર્ષની ઉંમરે PhD થયા.
બેલ્જિયમના લિટલ આઇન્સ્ટાઇન લોરેન્ટ સિમોન્સ 15 વર્ષની ઉંમરે PhD થયા.
Published on: 04th December, 2025

બેલ્જિયમમાં લિટલ આઇન્સ્ટાઇન તરીકે જાણીતો લોરેન્ટ સિમોન્સ ક્વોન્ટમ ફિઝિક્સમાં PhD કરી 15 વર્ષે ડોક્ટર બન્યો. સત્યેન્દ્રનાથ બોઝે જેનો પાયો નાખ્યો એ વિષયમાં યુનિવર્સિટી ઓફ એન્ટવર્પમાં મહાનિબંધ સુપરત કર્યો. ડોક્ટર બન્યા પછી લોરેન્ટ બીજી ડોક્ટરેટ માટે મ્યુનિક ગયો છે. તે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સના મેડિકલ સાયન્સમાં ઉપયોગ વિશે PhD કરવા માંગે છે. લોરેન્ટનું ધ્યેય માણસની આવરદા લંબાવી અમર બનાવવાનું છે.