કરોડોના ખર્ચે નબળું શિક્ષણ: ટોપ 50 જિલ્લામાં ગુજરાતના 8, કેન્દ્રનો રિપોર્ટ.
કરોડોના ખર્ચે નબળું શિક્ષણ: ટોપ 50 જિલ્લામાં ગુજરાતના 8, કેન્દ્રનો રિપોર્ટ.
Published on: 03rd October, 2025

કેન્દ્રના રિપોર્ટ અનુસાર, શિક્ષણમાં નબળા ટોપ 50 જિલ્લામાં ગુજરાતના 8 જિલ્લા છે. Survey Report -2024 (Parakh) મુજબ ધોરણ 3 અને 9 ના શિક્ષણમાં ગુજરાતનું નબળું પ્રદર્શન છે. ધોરણ 3ના શિક્ષણની વાત કરીએ તો નબળું શિક્ષણ ધરાવતા દેશના 50 જિલ્લામાં જામનગર, ગીર સોમનાથ, ખેડા, પોરબંદર અને છોટા ઉદેપુર જિલ્લો છે. જ્યારે ધોરણ 9માં નબળું શિક્ષણ ધરાવતા હોય તેવા 50 જિલ્લામાં ડાંગ, છોટા ઉદેપુર અને દાહોદ સહિતના ત્રણ આદિજાવિસ્તાર ધરાવતા જિલ્લાઓ છે.