અમદાવાદમાં શાળાઓના વહીવટ માટે હવે બે DEO કચેરી
અમદાવાદમાં શાળાઓના વહીવટ માટે હવે બે DEO કચેરી
Published on: 15th July, 2026

અમદાવાદમાં શિક્ષણ વહીવટને વધુ સુવ્યવસ્થિત બનાવવા માટે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી (DEO)નું પૂર્વ અને પશ્ચિમ એમ બે ભાગમાં વિભાજન કરાયું છે. સાબરમતી નદીને આધારે શાળાઓની ફાળવણી કરાઈ છે, જેમાં પૂર્વ વિસ્તારમાં 1,484 અને પશ્ચિમમાં 831 શાળાઓ આવશે. આ નવા વિભાજનથી શાળાઓને મંજૂરી, નિરીક્ષણ, માન્યતા અને અન્ય વહીવટી પ્રશ્નો ઝડપી બનશે. AMC હદ બહારની શાળાઓ ગ્રામ્ય DEO હેઠળ રહેશે.