લુણાવાડાના ઘરના વાડામાં દેખાયો 8 ફૂટ લાંબો અજગર
લુણાવાડાના ઘરના વાડામાં દેખાયો 8 ફૂટ લાંબો અજગર
Published on: 15th July, 2026

લુણાવાડા તાલુકાના ઉચરપી ગામે એક ઘરના વાડામાં 8 ફૂટ લાંબો અજગર દેખાતાં સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. આ અંગે જાણ થતાં લુણાવાડાની એનિમલ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી મહાકાય અજગરને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કર્યો. ટીમના સભ્યોએ ભારે જહેમત બાદ વાડામાં છુપાયેલા આ અજગરને પકડી પાડ્યો. બાદમાં, ટીમે લોકોને જણાવ્યું કે આ બુઆ પ્રજાતિનો બિનઝેરી અજગર છે અને તેનાથી ડરવાની જરૂર નથી. ત્યારબાદ અજગરને તેના કુદરતી વાતાવરણમાં સુરક્ષિત રીતે છોડી દેવામાં આવ્યો.