પાદરામાં અષાઢી બીજે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા યોજાશે, ભક્તિમય માહોલ સર્જાશે.
પાદરામાં અષાઢી બીજે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા યોજાશે, ભક્તિમય માહોલ સર્જાશે.
Published on: 15th July, 2026

અષાઢી બીજના શુભ અવસરે પાદરા શહેરમાં ભગવાન જગન્નાથજી, બલરામજી અને સુભદ્રાજીની ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી રામટેકરી મંદિર અને નગરજનોના સંયુક્ત ઉપક્રમે આ પરંપરાગત રથયાત્રા 16 જુલાઈના રોજ બપોરે 2 વાગ્યે શ્રી રામટેકરી રામજી મંદિરથી પ્રસ્થાન કરશે. સમગ્ર શહેરમાં ભક્તિમય વાતાવરણ સર્જાશે અને મોટી સંખ્યામાં ભાવિકો દર્શનનો લાભ લેશે. રથયાત્રામાં બેન્ડવાજા, ભજન મંડળીઓ, ડીજે, ધાર્મિક ઝાંખીઓ અને પુષ્પવર્ષાનું આયોજન કરાયું છે. ભાવિકો માટે મગ, જાંબુ, શિરો અને કેળાના પ્રસાદની વ્યવસ્થા પણ છે. રથયાત્રા બાદ મહાઆરતી યોજાશે.